અખાત્રીજે મહિલા પોતાનાં નવીન નાળિયેરી ફાર્મમાં દીપ જ્યોતિ પ્રગટાવી ધરતીમાતાની આગવી રીતે પૂજાવિધિ કરતી કેમેરામાં કેદ થઈ

0
IMG-20260419-WA0002
Contact News Publisher

વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વૈશાખ સુદ ત્રીજ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ. આ શુભ દિવસે ઘરતીપુત્રો તથા તેનાં પરિવારજનો જમીન ખેડી વાવેતર માટે પોતાનું ખેતર તૈયાર કરતાં હોય છે. આ દિવસે તેઓ ધરતીમાતાની પણ વિશેષ પૂજા અર્ચના કરતાં હોય છે. આ પવિત્ર અને પાવન અવસરે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં મીંઢી ગામની સીમમાં એક મહિલા પોતાનાં નવીન નાળિયેરી ફાર્મમાં દીપ જ્યોતિ પ્રગટાવી ધરતીમાતાની આગવી રીતે પૂજાવિધિ કરતી કેમેરામાં કેદ થઈ હતી જે ક્ષણ તસવીરમાં જોઈ શકાય છે.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other