બેંક ઓફ બરોડાના ૧૧૯મા સ્થાપના દિવસ નિમિત્તે તાપીમાં સખી મંડળોને રૂ. ૨.૦૪ કરોડથી વધુની કેશ ક્રેડિટ લોનનું વિતરણ

0
બેંક ઓફ બરોડાના ૧૧૯મા સ્થાપના દિવસ નિમિત્તે તાપીમાં સખી મંડળોને રૂ. ૨.૦૪ કરોડથી વધુની કેશ ક્રેડિટ લોનનું વિતરણ
Contact News Publisher

૧૩૨ સખી મંડળોને રૂ. ૨૦૪.૫૦ લાખનું ધિરાણ મંજૂર; મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને મળ્યુ પ્રોત્સાહન

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૧. બેંક ઓફ બરોડાના ૧૧૯મા સ્થાપના દિવસ નિમિત્તે તા. ૨૦ અને ૨૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામિણ વિસ્તારની સખી મંડળની બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા તથા સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે કેશ ક્રેડિટ લોન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન બેંક ઓફ બરોડાના શાખા મેનેજર દ્વારા સખી મંડળની બહેનોને બેંકિંગ સેવાઓ, ધિરાણનો અસરકારક ઉપયોગ, નાણાકીય આયોજન તેમજ સ્વરોજગારના વિવિધ અવસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાપી જિલ્લાના બેંક ઓફ બરોડાની તમામ શાખાઓના કર્મચારીઓ તેમજ મિશન મંગલમ, તાપીના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી સ્થાપના દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.

 

આ આયોજન હેઠળ જિલ્લાના કુલ ૧૩૨ સખી મંડળોને રૂ. ૨૦૪.૫૦ લાખ ની કેશ ક્રેડિટ લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધિરાણ થકી સખી મંડળની બહેનોને વિવિધ સ્વરોજગારીના વ્યવસાય શરૂ કરવા અને વિસ્તૃત કરવા માટે નાણાકીય સહાય પ્રાપ્ત થશે, જેના પરિણામે મહિલા આર્થિક સશક્તિકરણને વધુ વેગ મળશે.

 

બેંક ઓફ બરોડા અને મિશન મંગલમના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *