પલસાણા તાલુકામાં નવા નિયુક્ત બીટ નિરીક્ષકોનું ઉષ્માભર્યું સન્માન

0
પલસાણા તાલુકામાં નવા નિયુક્ત બીટ નિરીક્ષકોનું ઉષ્માભર્યું સન્માન
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૮. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નવી જવાબદારી સંભાળનાર બીટ નિરીક્ષકોનું તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે નવા નિયુક્ત થયેલા દયારામભાઈ, ભાવેશભાઈ અને ટ્વિંકલબેનનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત શિક્ષકોએ અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ ત્રણેય બીટ નિરીક્ષકોને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે બીટ નિરીક્ષક તરીકેની જવાબદારી માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, શિક્ષકોને માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે. નવા બીટ નિરીક્ષકો પોતાના અનુભવ, સમર્પણ અને કાર્યનિષ્ઠા દ્વારા તાલુકાના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકમિત્રોએ ત્રણેય બીટ નિરીક્ષકોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *