સુરત ખાતે આઉટસોર્સિંગના આધારે વિવિધ જગ્યાઓ ભરવા માટે માજી સૈનિકો અને આશ્રિતો પાસેથી અરજીઓ મંગાવાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૭. :- જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરત દ્વારા માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતોની આજીવિકા માટે સુરત ખાતે સંપૂર્ણપણે આઉટસોર્સિંગના આધારે સેવાઓ લેવા માટે સિક્યુરિટી ગાર્ડ-૦૧, સેવક (કચેરી વ્યવસ્થાપક/પટ્ટાવાળા)-૦૧, ડ્રાઈવર-૦૧ અને રૂમ અટેન્ડન્ટ-૦૧ એમ કુલ ચાર વિવિધ જગ્યાઓ ભરવાની થાય છે.
આ સેવાઓ માટે કામ કરવા ઈચ્છુક માજી સૈનિકો અને તેમના આશ્રિતોને તાત્કાલિક ધોરણે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો વધુ વિગતો અને માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરી શકે છે અથવા કચેરી સમય દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ શકે છે તેમ સહાયક જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસnikવાટ અધિકારી, સુરત તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
