તાપી જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના આરોગ્ય અને પોષણ માટે સતત કામગીરી, નિયમિત આરોગ્ય તપાસ સાથે પોષણ પર વિશેષ ભાર

0
તાપી જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના આરોગ્ય અને પોષણ માટે સતત કામગીરી, નિયમિત આરોગ્ય તપાસ સાથે પોષણ પર વિશેષ ભાર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. બાળકોના સર્વાંગી વિકાસ, સારા સ્વાસ્થ્ય અને કુપોષણમુક્ત બાળપણના ઉદ્દેશ્ય સાથે તાપી જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય અને પોષણ સંબંધિત કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોની હાજરીમાં બાળકોનું નિયમિત આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી તેમના શારીરિક વિકાસ પર સતત નજર રાખી શકાય.

આ કામગીરી દરમિયાન બાળકોનું વજન અને ઊંચાઈ નિયમિત રીતે માપવામાં આવે છે. તેના આધારે બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો કોઈ બાળકનું વજન અથવા ઊંચાઈ નિર્ધારિત ધોરણ કરતાં ઓછી જણાય, તો તેને વિશેષ પોષણ અને આરોગ્ય સેવાઓ સાથે જોડવામાં આવે છે.

આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને તેમની ઉંમર અને પોષણની જરૂરિયાતને અનુરૂપ પૂરતો પૌષ્ટિક આહાર મળી રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. ઉપરાંત, સગર્ભા અને ધાત્રી માતાઓને પણ સંતુલિત આહાર, બાળ સંભાળ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી બાળકનો વિકાસ જન્મ પહેલાંથી જ યોગ્ય રીતે થઈ શકે.

જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત આંગણવાડી કેન્દ્રો દ્વારા આરોગ્ય, પોષણ અને પ્રાથમિક શિક્ષણ જેવી સેવાઓ અસરકારક રીતે પહોંચાડવામાં આવી રહી છે. નિયમિત આરોગ્ય ચકાસણી, વિકાસની દેખરેખ અને પોષણયુક્ત આહારના માધ્યમથી કુપોષણ ઘટાડવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તાપી જિલ્લાની આંગણવાડી કેન્દ્રોની આ કામગીરીથી બાળકોને સ્વસ્થ અને પોષણયુક્ત બાળપણ મળી રહે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો રચાય તે દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં

ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *