રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કેન્સર પીડિત દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કેન્સરથી પીડિત દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વીપીન નાયર, સુનિલ નાડકર્ણી, ધર્મેન્દ્ર શાહ, મોહમ્મદ જાડલીવાલા, રાજેશ નાહટા, ઇનર વીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, સેક્રેટરી મોના શાહ સહિત રોટેરીયનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન 110 જેટલાં દર્દીઓને રોટેરિયનોનાં સહયોગથી પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલનો સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
