ગણેશ વિસર્જનને પગલે વ્યારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થા અંગે જાહેરનામું

0
Jahernamu by local vahivati tantra for ganesh visharjan road root closed
Contact News Publisher

૨૫ સપ્ટેમ્બરે સવારે ૧૦થી રાત્રે ૧૨ વાગ્યા સુધી કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે; વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪. તા.૨૫/૦૯/૨૦૨૬ના રોજ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન નિમિત્તે શોભાયાત્રા યોજાનાર છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિકનું સુચારૂ સંચાલન થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપી-વ્યારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) હેઠળ તા. ૨૫/૦૯/૨૦૨૬ના રોજ કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર નિયંત્રિત કરી વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.

 

જાહેરનામા મુજબ જનક ચાર રસ્તાથી કાનપુરા, રામજી મંદિર તથા SOG ચોકી તરફ જતા વાહનો જનક ચાર રસ્તાથી નેશનલ હાઈવે નં. ૫૩ થઈ જૂના પેટ્રોલ પંપ અને સયાજી સર્કલ તરફથી પસાર થઈ શકશે.

 

ઉનાઈ નાકાથી જૂના બસ સ્ટેન્ડ તરફ જતા વાહનો ઉનાઈ નાકાથી નેશનલ હાઈવે નં. ૫૩ થઈ જૂના પેટ્રોલ પંપ અને સયાજી સર્કલ તરફથી પસાર થઈ શકશે. જ્યારે સયાજી સર્કલ તરફથી જૂના બસ સ્ટેન્ડ તરફ જતા વાહનો સયાજી સર્કલથી જૂના પેટ્રોલ પંપ થઈ નેશનલ હાઈવે નં. ૫૩ તરફથી પસાર થઈ શકશે.

 

તે જ રીતે વ્યારાથી ડોલારા તેમજ ભેંસકાત્રી તરફ જતા નાના-મોટા વાહનો મદાવ અથવા સરૈયા ચાર રસ્તાથી છીંડીયા ચાર રસ્તા થઈ મેઘપુર, બાલપુર તથા સ્ટેટ હાઈવે નં. ૧૭૨ પરથી પસાર થઈ શકશે.

 

જ્યારે કરંજવેલ/ડોલારા તરફથી વ્યારા તરફ આવતા વાહનો બાલપુર પાટીયાથી બાલપુર ચાર રસ્તા થઈ મેઘપુર ચાર રસ્તા અને છીંડીયા ચાર રસ્તા તરફથી પસાર થઈ શકશે.

 

આ ટ્રાફિક નિયમન તા. ૨૫/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી રાત્રે ૧૨.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

 

ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન જાહેર જનતાની અવરજવર સરળ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહનચાલકોને ટ્રાફિક પોલીસ તથા પોલીસ તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *