મોટર સાઇકલ સાથે શકમંદને પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સોનગઢ પોલીસ સ્ટેશનની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ/ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન રવિદાસભાઇ ભુલાભાઇ વસાવા, રહે.બોરદા ગામ, નવિ ફળિયુ, તા.સોનગઢ, જી.તાપી તેના કબ્જાની હોંડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાઇકલ રજીસ્ટ્રેશન નં.GJ.05.EJ.9910 સાથે મળી આવેલ હતો. તેને મોટર સાઇકલની માલીકી બાબતે પુછતા યોગ્ય સંતોષકારક જવાબ આપતો ન હોય તથા મોટર સાઇકલના દસ્તાવેજો બાબતે પૂછતા કોઇ દસ્તાવેજો રજૂ કરતો ન હોય જેથી તેને મો.સા. ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાયેલ અને આ વ્યકિત વિરૂધ્ધ અગાઉ વ્યારા પો.સ્ટે.મા વાહન ચોરી બાબતનો ગુનો નોંધાયેલ હોય તેની અટક કરેલ છે. આ કામે આગળની તપાસ હાલ ચાલુ છે.
અટક કરેલ આરોપી:-
રવિદાસભાઇ ભુલાભાઇ વસાવા, રહે.બોરદા ગામ, નવિ ફળિયુ, તા.સોનગઢ, જી.તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-
1) ડી.વી. ઢોલા, પોલીસ ઇન્સ્પેક્ટર, 2) ASI પ્રવિણભાઇ ભરતભાઇ, 3) ASI માર્મિકભાઇ હરેશભાઇ, 4) PC ધનંજયભાઇ ઇશ્વરભાઈ, 5) PC ગોપાલકુમાર કાળુભાઇ.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
