મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ દિવસ’ની પૂર્વતૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિ
—
આગામી ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી ભવ્ય અને સુચારુ રીતે થાય તે માટે અધિકારીશ્રીઓને સમયબદ્ધ આયોજન કરવા મંત્રીશ્રીઓનું પ્રેરક માર્ગદર્શન
—
(પ્રતિનિધિ દ્વારા, ) : તા. 06 :- ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર આગામી ૧૫ નવેમ્બરના રોજ ‘જનજાતિય ગૌરવ દિવસ’ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અને પૂર્વતૈયારીઓના સુચારુ આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ રમતગમત, અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અનેમંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ દિવસ’ની પૂર્વતૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતિ નાયકોના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો આ ઉત્સવ જનજન સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે.
આ ઉત્સવ અંતર્ગત આદિજાતિ કલ્યાણની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે અને કાર્યક્રમ લોકઉત્સવ બની રહે તે પ્રકારનું સચોટ આયોજન કરવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.
રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતાં જણાવ્યું કે, તાપી જિલ્લામાં યોજાનાર આ મહોત્સવમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ, યુવા વર્ગ અને નાગરિકોની મહત્તમ સહભાગિતા સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે દિશામાં વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પણ કાર્યક્રમના સ્થળે સુચારુ આયોજન, કાયદો અને વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા, મંડપ-સ્ટેજ વ્યવસ્થા, પીવાના પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ સહિતની વહીવટી તૈયારીઓ અંગે મંત્રીશ્રીઓને વિસ્તૃત માહિતગાર કર્યા હતા. તેમજ સબંધિતોને સૂચનો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
