વ્યારા સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર હૉલ ખાતે તાપી જિલ્લા કક્ષાનો ‘પોષણ ઉત્સવ-૨૦૨૬-૨૭’ યોજાયો

ટીએચઆર અને મિલેટ્સ માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ; વિજેતા બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪:. જિલ્લા પંચાયત તાપીના પ્રમુખ શ્રીમતી ચંચળબેન ડી. ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬-૨૭’ કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.
આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત તાપી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણમાં સુધારો લાવવાનો અને પોષણયુક્ત આહાર અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ અંતર્ગત THR (Take Home Ration) અને મિલેટ્સ (શ્રી અન્ન)માંથી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. આંગણવાડી કેન્દ્રો મારફતે મળતા THR તથા સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ મિલેટ્સ અને અન્ય પોષણસભર સામગ્રીનો દૈનિક આહારમાં ઉપયોગ કરી શકાય તે અંગે વાનગીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી.
સ્પર્ધામાં મહિલાઓ અને આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વાનગીઓ રજૂ કરી ‘પોષણયુક્ત આહાર, સ્વસ્થ પરિવાર’નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિથી પોષણસભર આહાર અંગેની સમજ વધે છે અને કુપોષણ નિવારણ માટે જનભાગીદારીને પ્રોત્સાહન મળે છે.
સ્પર્ધામાં વિજેતા બનેલી બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો તથા અન્ય સંબંધિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
