તાપી જિલ્લા રોડ સેફ્ટી ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ

0
જિલ્લા રોડ સેફ્ટી ટાસ્ક ફોર્સ સમિતિની બેઠકયોજાઈ
Contact News Publisher

અકસ્માત નિવારણ, બ્લેકસ્પોટ ચકાસણી અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા કલેક્ટરશ્રીની સૂચના 

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૬ :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુરુવારે ‘જિલ્લા રોડ સેફ્ટી ટાસ્ક ફોર્સ સમિતિ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં માર્ગ સલામતી, સુગમ વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોના નિવારણ અર્થે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠકમાં કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતાં અનધિકૃત પાર્કિંગ પર નિયંત્રણ, જાહેર માર્ગોનું નિયમિત નિરીક્ષણ-સર્વે તેમજ નાગરિકો તરફથી મળતી ફરિયાદોના ત્વરિત અને સંતોષકારક નિવારણ માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

 

આ ઉપરાંત જિલ્લાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમન, રસ્તાઓની ગુણવત્તા, માર્ગ સફાઈ, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, સંભવિત અકસ્માત સ્થળોની ટેકનિકલ ચકાસણી અને યોગ્ય લાઈટિંગ સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

 

કલેક્ટરશ્રીએ આ તમામ બાબતોનું સઘન ફોલોઅપ લઈ સંબંધિત વિભાગો પરસ્પર સંકલન સાધીને આયોજનબદ્ધ તેમજ પરિણામલક્ષી કામગીરી સુનિશ્ચિત કરે તેવો ભારપૂર્વક આગ્રહ રાખ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિત માર્ગ અને મકાન વિભાગ, આરટીઓ, નગરપાલિકા તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *