બે બોલેરો પીકઅપ ગાડીઓમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧. આજરોજ શ્રી, બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોર્ડના તમામ પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી અને આજરોજ સ્ટાફના પોલીસ માણસો સાથે નવા આર.ટી.ઓ ચેક પોસ્ટ સોનગઢ ખાતે પ્રોહી ગુના અંગે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપીને ખાનગી રાહે બાતમી મળેલ કે, “ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી બે સફેદ કલરની પીકઅપ વાહન નંબર (૦૧) MP-10-G-3679 તથા (૦૨) MP-46-ZE-2463 માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે અને તે બંન્ને પીકઅપ વાહનો સોનગઢ, વ્યારા, બારડોલી થઇ વડોદરા તરફ જનાર છે.” જે બાતમી આધારે નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ સોનગઢ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. પહેલા પીકઅપ ગાડી નંબર MP-10-G-3679 ની આવતા તેને ગાડી ઉભી રહેવાનો ઇશારો કરી પીક અપ ગાડી સાઇડમાં ઉભી રાખવામાં આવેલ. ત્યાર બાદ થોડા સમય પછી પીક અપ ગાડી નં MP-46-ZE-2463 આવતા તેને ઇશારો કરી ગાડી ઉભી રાખવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી નાસવા લાગતા પોલીસ માણસો ખાનગી વાહનમાં બેસી પીકઅપ ગાડી નં MP-46-ZE-2463 નો પીછો કરતા પીકઅપ ગાડીના ચાલકે પીકઅપ ગાડી હાઇવે રોડ ઉપર ટોલનાકા માંડળ પસાર કર્યા પછી થોડે આગળ જઇ ચોરવાડ પાટીયા પહેલા રોડની બાજુમાં પીકઅપ ગાડી ઉભી કરી ડ્રાયવર તથા કલીનર સીટ ઉપર બેસેલ ઇસમ બંને જણા ગાડીમાંથી ઉતરી ખેતરાડીમાં નાસવા લાગતા સ્ટાફના પોલીસ માણસો તેઓની પાછળ દોડેલા પણ તેઓ અંધારાનો લાભ લઇને નાસી ગયેલ અને આ પીકઅપ ગાડી નં MP-46-ZE-2463 પાસે આવી જોતા ગાડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હતો.

પ્રથમ પકડાયેલ આરોપી- (૧) વિકાસ ભીમસીંગ મોરે ઉ.વ.૨૨ રહે.રાયખેડ તા.પાનસેમલ જી.બડવાની મધ્યપ્રદેશ (પીકઅપ ગાડી નં MP-10-G-3679 નો ચાલક) (૨) પવન કરણસીગ ખેડકર ઉ.વ.-૨૧ રહે. કુંજરવાડા ગામ તા.પાનસેમલ જી.બડવાની મધ્યપ્રદેશ (પીકઅપ ગાડી નં MP-10-G-3679નો કલીનર) એ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં-MP-10-G-3679 કિ.રૂ ૫,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂના બોક્ષો નંગ ૫૮ બાટલી નંગ- ૨૪૪૮ કિં.રૂપિયા ૫,૯૮,૪૬૪/- તથા બોલેરો પીકઅપ ગાડી નં- MP-46-ZE-2463 ના વોન્ટેડ આરોપી- (૩) ચાલક અને (૪) કલીનર પીકઅપ ગાડી સ્થળ પર મુકી નાસી જતા પકડાયેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં- MP-46-ZE-2463 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂના બોક્ષો નંગ-૫૫ બાટલી નંગ-૧૯૪૪ કિં.રૂપિયા ૩,૬૬,૫૨૮/- મળી કુલ બોક્ષો નંગ- ૧૧૩ કુલ બાટલી નંગ- ૪૩૯૨ કિ.રૂ. ૯,૬૪,૯૯૨/- તથા મોબાઇલ નંગ- ૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા સ્લીપ નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ ગણી કુલ્લે કિં.રૂ.૧૯,૬૯,૯૯૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા પીકઅપ ગાડી નં- MP-46-ZE-2463 ના ચાલક અને કલીનર તથા
બંન્ને પીકઅપ ગાડીઓ આગળ ફોર વ્હીલ ગાડી નંબર GJ-05-CW- 2122 પાયલોટીંગ કરનાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) વિકાસ ભીમસીંગ મોરે ઉ.વ.૨૨ રહેવાસી રાયખેડ તા.પાનસેમલ જી.બડવાની મધ્યપ્રદેશ (પીક અપ ગાડી નં MP 10 G 3679નો ચાલક)
(૨) પવન કરણસીગ ખેડકર ઉ.વ.-૨૧ રહેવાસી કુંજરવાડા ગામ તા.પાનસેમલ જી.બડવાની મધ્યપ્રદેશ (પીક અપ ગાડી નં MP 10 G 3679નો કલીનર)
વોન્ટેડ આરોપી-
કુલ વોન્ટેડ આરોપી ચાર (૪)
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બાટલી નંગ- ૪૩૯૨ કિ.રૂ. ૯,૬૪,૯૯૨/-, (૨) બોલેરો પીકઅપ ગાડી નંગ- ૨ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, (૩) મોબાઇલ નંગ-૧ આશરે કિં.રૂ. ૫,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૧૯,૬૯,૯૯૨/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, હે.કો. અનિરુધ્ધસિંહ રસિકસિંહ, હે.કો. લેબજીભાઇ પરબતજીભાઈ, પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, પો.કો. રાજીશભાઇ ગોપાળભાઈ, પો.કો. રાજુભાઇ ઝીણાભાઈ, પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
