માંગરોળ : તાલુકામાં પંડિત દીનદયાળજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં પંડિત દીનદયાળજીની જન્મજયંતિની ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા અનેક સ્થળોએ કરાઈ છે. જેનાં ભાગરૂપે માંગરોળ તાલુકાના કુંવરદા ગામે પંડિત દીનદયાળજીની જન્મજયંતિ નિમિતે ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા ગંગાજી મંદિરે સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નિમિત્તે માંગરોળ તાલુકા ભાજપ SC મોરચા પ્રમુખ હેમંતભાઈ પટેલ, સરપંચ મીનાક્ષીબેન, પંચાયત સભ્ય દિપકભાઈ, સચિનભાઈ, પ્રદીપભાઈ, સંજયભાઈ તથા ગામ આગેવાનો દ્વારા આશરે ૪૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. સાથે પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય માટે વૃક્ષ ઉછેરજ સૌથી મોટી આવશ્યકતા હોવાનું જણાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે અંગે સૌને હાંકલ કરાઈ હતી.
