સોનગઢના વડપાડા પ્ર. ઉંમરદા ગ્રામ પંચાયતમાં ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શનની કામગીરી કરાઈ 

0
સોનગઢના વડપાડા પ્ર. ઉંમરદા ગ્રામ પંચાયતમાં ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શનની કામગીરી કરાઈ 
Contact News Publisher

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઈ-રિક્શા મારફતે સુકા-ભીના કચરાનું એકત્રીકરણ કરાયું 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૨ :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે બુધવારે વડપાડા પ્ર. ઉંમરદા ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

 

આ કામગીરી અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા ઇ-રિક્શા કચરા વાહન મારફતે ગામના ઘરોમાંથી સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ પણ આ સફાઈ ઝુંબેશમાં સહયોગ આપી કચરાનું વર્ગીકરણ કરીને સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી અને ભાગીદારી સુનિશ્ચિત કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *