તાપીના વાલોડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ 

0
તાપીના વાલોડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૨ – ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ – ગાંધીનગર દ્વારા મંગળવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન અંગેની વિશેષ વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ હતી.

 

આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન મેળવવા માટેના ધારા-ધોરણો મુજબ સ્થાનિક જૂથ તથા ઉત્પાદક જૂથની રચના, તેમની ભૂમિકા, કામગીરી અને જવાબદારીઓ વિશે 7માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્ટિફિકેશન મેળવવા માટે જરૂરી સાધનિક કાગળો (દસ્તાવેજો) અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અંગેની વિગતો પૂરી પાડવામાં આવી હતી.

 

ગાંધીનગર વડી કચેરીના તજજ્ઞ અધિકારીઓ તથા વિષય નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉત્તમ બિયારણ, મિશ્ર પાક પદ્ધતિ, પાક સંરક્ષણ તેમજ પાકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કૃષિ સખી, સી.આર.પી., આત્મા પ્રોજેક્ટ તથા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા સ્ટાફ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, વાલોડ તાલુકા સહિત તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં અને ગામોમાં પણ આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *