વ્યારા ખાતે વાલીઓ અને બાળકોની ભાગીદારીથી બાલ દિવસ ઉત્સાહભેર ઉજવાયો 

0
વ્યારા ખાતે વાલીઓ અને બાળકોની ભાગીદારીથી બાલ દિવસ ઉત્સાહભેર ઉજવાયો 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૨ :- સંકલિત બાળ વિકાસ સેવા યોજના ઘટક વ્યારા-૧ ના કેન્દ્ર – વ્યારા-૯ ખાતે બાળ દિવસની ઉજવણી પ્રસંગે આંગણવાડી કાર્યકરો તેમજ બાળકો સાથે મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં બાળ દિવસ નિમિત્તે બાળકોનો ઉત્સાહ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી અને ભાગ લેનાર બાળકો તથા વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ વાલીઓ અને બાળકો દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક સાધનોનું સુંદર પ્રદર્શન હતું. નકામી તેમજ ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી રમતા રમતા શીખી શકાય તેવા વૈવિધ્યસભર અને સર્જનાત્મક મોડેલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા ખીલે અને વાલીઓ પણ બાળકના પ્રારંભિક શિક્ષણમાં સક્રિયપણે જોડાય તેવા પ્રયાસોને ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ ખૂબ બિરદાવ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *