ડોલવણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટરશ્રી દેવ ચૌધરી
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૨ :– તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે મંગળવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ડોલવણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, રેકોર્ડ નિભાવણી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ સ્ટેશન પરિસરની કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરી, પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી અને ગુનાખોરી નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
