તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૨.૧૩ મીમી વરસાદ નોંધાયો

0
https://play.google.com/store/apps/details?id=in.aaaos.gujaratraksha
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૨. :- તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી અનુસાર, તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૫૨.૧૩ મીમી વરસાદ નોંધાયો હતો.

 

તાલુકાવાર વરસાદની વિગતો જોઈએ તો ડોલવણમાં સૌથી વધુ ૯૯ મીમી, ઉકાઈ વિસ્તારમાં ૭૭ મીમી, વ્યારામાં ૬૯ મીમી, વાલોડમાં ૬૪ મીમી, સોનગઢમાં ૬૦ મીમી, ઉચ્છલમાં ૨૮ મીમી, કુકરમુંડામાં ૧૦ મીમી અને નિઝરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *