જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરતી માંગરોળ પોલીસ : એકીસાથે તેર ગુના દાખલ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહયો છે, જયારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા વહીવટીતંત્ર તરફથી વિવિધ જાહેરનામા પ્રજાજનોનાં હીતમાં બહાર પાડવામાં આવ્યા છે, જેનો અમલ પોલીસ વિભાગે પ્રજાજનો પાસે કરાવવાનો છે, જેનાં ભાગરૂપે માંગરોળ પોલીસ દ્વારા મોસાલી, મોસાલી ચારરસ્તા, વાંકલ અને ઝંખવાવ ખાતે પોલીસની વિવિધ ટીમોએ જાહેરનામાનો ભંગ કરનારા તેર જેટલાં શખ્સો સામે આઇ.પી.સી.૧૮૮ અને ૨૬૯ મુજબ એફ.આઇ.આર. દાખલ કરી છે, મોસાલી,મોસાલી ચારરસ્તા, વાંકલ, ઝંખવાવ ખાતેથી ઝુનેદ શેખ, આમીર શેખ, જાવીદ શેખ, મોઇદ શેખ, જીતુ ચૌધરી, ઉમરા ચૌધરી, નટવર રાવલ, જય મહેતા, ભાવીન ચૌધરી, મયક ચૌધરી, સોહમ ચૌધરી, મિતુલ ચૌધરીનો સમાવેશ થાય છે, એકીસાથે માંગરોળ પોલીસે તેર જેટલાં ગુનાં દાખલ કરતાં જાહેરનામાનો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.