રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલનું સન્માન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૪ . સમાજસેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સુંદર સહકાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પબ્લિક ઈમેજ ચેર અને સામાજિક અગ્રણી એવાં ગજેન્દ્ર પટેલનું ટ્રોફી, શાલ તથા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ડી.એ. આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત ક્લબ એવોર્ડ સન્માન સમારંભમાં અશોક પંજવાણી, મીરાં પંજવાણી, પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપિન નાયર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, સેક્રેટરી મોના શાહ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન જયશ્રી અમીપરા સહિત રોટેરીયનોની ઉપસ્થિતિમાં સન્માનથી ગજેન્દ્ર પટેલની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
