હવેથી દર મહિને ચોથા ગુરુવારને બદલે ચોથા બુધવારે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

ચાલુ જુલાઈ માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ જુલાઈ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨ જુલાઈએ યોજાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૪ :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રજાના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ સમયબદ્ધ અને અસરકારક ઉકેલ લાવવાના હેતુથી ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ કાર્યરત છે.

રાજ્ય સરકારની નવી સૂચના અનુસાર, હવેથી દરેક માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમના દિવસ અને સમયમાં મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. હવેથી આ કાર્યક્રમ દર માસના ચોથા ગુરુવારના બદલે ચોથા બુધવારે બપોરે ૦૩:૩૦ કલાકે યોજવામાં આવશે, જ્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમ અગાઉની જેમ જ દર માસના ચોથા મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

ચાલુ જુલાઈ-૨૦૨૬ માસના તાલુકા સ્વાગત કાર્યક્રમ ચોથા મંગળવારે એટલે કે તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નિયત કરાયેલા સંબંધિત તાલુકા મથકોએ યોજાશે.

જ્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ ચોથા બુધવારે એટલે કે તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *