પરિવારથી વિખુટી પડેલ નાની બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી કુકરમુંડા પોલીસ

0
પરિવારથી વિખુટી પડેલ નાની બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી કુકરમુંડા પોલીસ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૮. ગઇ તા.૨૮/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રી દરમ્યાન પો.ઇન્સ.શ્રી આઇ.ડી. દેસાઇ, કુકરમુંડાની સુચના આધારે કુકરમુંડા ટાઉબનબીટ વિસ્તારમાં એ.એસ.આઇ. રવીકુમાર રમેશભાઈ, અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ, અ.પો.કો. આકાશભાઈ સોમાભાઈ પેટ્રોલીંગમાં હતા તે વખતે આશરે ૨૧/૩૦ વાગ્યાના સુમારે કુકરમુંડા મેઇન બજારમાં એક બાળકી બેગ સાથે ફરતી જોવા મળેલ અને રાત્રીનો સમય થયેલ હોઇ જેથી પેટ્રોલીંગ ટીમે આ બાળકીને પુછપરછ કરતા તેનુ નામઠામ પુછતા પોતાનુ પોતાનુ નામ નસીમ (નામ બદલેલ છે.) ઉ.વ આશરે ૧૦ વર્ષ રહે- કોસાડ આવાસ અમરોલી સુરતની હોવાનુ જણાવેલ તેણીને અહીં કુકરમુંડા ખાતે કેવી રીતે આવી ગઈ એ બાબતે પુછપરછ કરતા બાળકીએ જણાવેલ કે મારી મમ્મી ૨૫ દિવસ પહેલા અમારા ઘરેથી ચાલી ગયેલ છે અને મારી મમ્મી કુકરમુંડાની હોઇ જેથી તેની શોધખોળ કરવા સારુ હું મારા ઘરેથી ઘરના કોઇ પણ સભ્યને જાણા કર્યા વગર એકલી નિકળી આવેલ છું અને મારી મમ્મીના પપ્પાનુ ઘર કુકરમુંડામા ક્યાં છે તેની મને કોઇ ખબર નથી અને હુ અહીં કોઇને ઓળખતી પણ નથી તેવી હકીકત જણાવતી હોઇ જેથી પેટ્રોલીંગ ટીમે પી.આઈ. શ્રી આઇ.ડી. દેસાઇને આ બાબતે જાણ કરતા તેઓએ તાત્કાલીક પોલીસ સ્ટેશનના વુ.પો.કો. મનીષાબેન તેનસિંગભાઈ તથા જી.આર.ડી. મહિલા સભ્ય અર્ચનાબેન જર્મનસિંગને બાળકી પાસે મોકલી આપેલ અને તે બાળકીને પોલીસ સ્ટેશન ખાતે લાવતા તેના મમ્મી પપ્પાના સંપર્ક નંબર માંગતા તેની પાસે ના હોઇ જેથી અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકીએ જણાવેલ સરનામે તપાસ કરાવીને બાળકીના પપ્પાનો સંપર્ક નંબર મેળવી તેમને બાળકી સાથે વીડીયો કોલ થી વાતચીત કરાવી તેમની દીકરી નસીમ કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે છે, તેવું જણાવતા તેઓ તાત્કાલીક સુરત ખાતેથી નીકળી કુકરમુંડા પોલીસ સ્ટેશના ખાતે આવી ગયેલ અને તેમની દીકરીને તેમની સાથે જવા માટે સોંપેલ છે. આમ તેમના પરિવારના કોઇ પણ સભ્યને જાણા કર્યા વગર ઘરેથી નિકળી ગયેલ દીકરીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી કુકરમુંડા પોલીસની ટીમે સારી કામગીરી કરેલ છે.

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

(૧) શ્રી આઈ.ડી. દેસાઈ.પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન, (૨) એ.એસ.આઇ. રવિકુમાર રમેશભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૩) અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૪) અ.પો.કો.આકાશકુમાર સોમાભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૫) વુ.પો.કો.મનિષાબેન તેનસિંગભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૬) મહીલા જી.આર.ડી.ષસભ્ય અર્ચનાબેન જર્મનસિંગ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *