વાહનોનાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ

0
હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ

પ્રતિકાત્મક તસવીર

Contact News Publisher

હાઈ સિક્યુરિટી નંબર ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલરને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 29. :- સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, વ્યારા દ્વારા ફોર-વ્હીલર માટે GJ-26-AB, AE, AK અને ટુ-વ્હીલર માટે GJ-26-Q, R, S, AA, AC, AD, AF, AG, AH, AL, AM તેમજ GJ-26 T, U આ સિરીઝના ૦૦૦૧ થી ૯૯૯૯ ના ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ કરાશે.

 

અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જઈને સી. એન. એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક ઓનલાઇન ભરવું પડશે. ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઇસ ચૂકવવી પડશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક પ્રક્રિયા એટલે કે અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતોવખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ ના ગુણાંકમાં રહેશે. હરાજી પૂર્ણ થયેથી બિલ્ડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી પ દિવસમાં ભરવાની રહેશે.

 

નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૦૧/૦૭/૨૦૨૬ સાંજના ૪:૦૦ સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે, તેમજ તા.૦૧/૦૭/૨૦૨૬ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા.૦૩/૦૭/૨૦૨૬ ના સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન ઓકશન થશે, તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, વ્યારા-તાપી દ્વારા પ્રાપ્ત એક અખબારી યાદીમાં જણાવાયું છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *