સોનગઢ પોલીસના સઘન પ્રયાસોથી 13 વર્ષના બાળકનું પરિવાર સાથે સુખદ મિલન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. ગઈકાલ તારીખ 16/11/26 ના રોજ સોનગઢના ટાઉન વિસ્તારમા રહેતા ૧૩ વર્ષીય બાળકના માતા પિતા સવારના સમયે પોતાના કામકાજ અર્થે ઘરેથી બહાર ગયા હતા અને સાંજના આશરે સાતેક વાગ્યે તેઓ ઘરે પરત ફરતા તેમનું બાળક લાલુ (નામ બદલેલ છે) ઘરે હાજર મળી આવેલ ન હતો. જેથી પરિવાર દ્વારા આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ કરતા બાળક મળી આવેલ ન હતો. જે અંગેની જાણ સોનગઢ પોલીસને થતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી શ્રી એમ. એમ. ગિલાતર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા બાળકને શોધી કાઢવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને તાત્કાલિક કાર્યરત કરી પોલીસની અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકનો ફોટોગ્રાફ મેળવી ફોટોગ્રાફના આધારે સંભવિત સ્થળોએ જુદીજુદી ટીમો મોકલી તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની એક ટીમ દ્વારા સોનગઢ ખાતે ભરાયેલ મેળામાં પણ સઘન શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન મેળામાંથી બાળક હેમખેમ મળી આવતા પોલીસ દ્વારા બાળકને સુરક્ષિત રીતે તેની માતા ને સોંપવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારી
1. એમ એમ. ગિલાતર, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી
2. એ.એસ.આઈ. માર્મિકભાઈ હરેશભાઈ
3. હે.કો. યોગેશભાઈ ભગતસિંહ
4. પો.કો. અરૂણભાઇ જાલમસિંગ
5. પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ.
○○○
