તાપી જિલ્લા પોલીસ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો 

0
તાપી જિલ્લા પોલીસ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, સુરત તથા શ્રી જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૮/૦૬/૨૦૨૬ ના રોજ પોલીસ હેડકવાર્ટર, વ્યારા ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા વ્યારા મેડિકલ એસોસિએશનના સહયોગથી તાપી જિલ્લાના પોલીસ અધિકારી /પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે વિશેષ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.

 

આ મેગા મેડિકલ કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન શ્રી જે.એન. દેસાઈ, પોલીસ અધિક્ષક, પોલીસ તાપીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારી/પોલીસ કર્મચારીઓને સંબોધતા પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું હતું કે, “પોલીસની નોકરી પડકારોથી ભરેલી છે, જેમાં શારીરિક અને માનસિક ફિટનેસ ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ પોલીસ જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે.” તેમણે આ સુંદર આયોજન બદલ મેડિકલ એસોસિએશનના તમામ તબીબોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

આ મેગા મેડિકલ કેમ્પમાં મેડિકલ એસોસિએશનના નિષ્ણાત ડોક્ટરોની ટીમે સેવાઓ આપી હતી. જેમાં ફિઝિશિયન, હૃદય રોગ, હાડકાના રોગ, આંખના ડોક્ટર અને સ્ત્રી રોગ નિષ્ણાતો દ્વારા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પ

 

દરમિયાન લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ECG, 2D ECHO (હૃદયની તપાસ), આંખોની તપાસ, દાંતની તપાસ જેવા જરૂરી ટેસ્ટ તદ્દન મફત કરવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં પોલીસ અધિકારી- ૨૦ તથા પોલીસ કર્મચારી-૬૫૬ મળી કુલ-૬૭૬ એ લાબ લીધો હતો. અને પોલીસ વિભાગના આ સંવેદનશીલ અભિગમને બિરદાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં પોલીસ હતો વિભાગ તરફથી કેમ્પમાં સેવા આપનાર ડૉ. કુણાલ વિલાસભાઈ સોની, ડૉ. નિમેશ જીતુભાઈ ચૌધરી, ડૉ. હાર્દિક સુમનભાઈ ચૌધરી, ડૉ. અંકિત ભારતી, ડૉ. ચિરાયુ નિખિલકુમાર શાહ, ડૉ. જાનકી ચિરાયુ શાહ, ડૉ.હેતલ જિગ્નેશભાઈ ચૌધરી, ડૉ. મયંક દેવસિંગભાઈ ચૌધરી, ડૉ. દીપક ભીમસિંગભાઈ ગામીત, ડૉ. બિનિતા. એમ. સુરતી, ડૉ. કનૈયા જૈન, ડૉ. જયેશ ગામીત, ડૉ. રિંકેશ ઈશ્વરભાઈ ચૌધરી, કૃતાર્થ દેસાઈ, ડૉ.નિલેશ દેવજીભાઈ ચૌધરી, ડૉ. હિમાની ચૌધરી, ડૉ. હેમાદ્રી ચૌધરી, મહેકભાઈ મોદી, અમીક્ષાબેન દાહ્યાભાઈ ભોયા દીપિકાબેન શિવાજીભાઈ ગામીત ડૉ. વિશ્મય પરમાર (કાર્ડિયોલોજિસ્ટ), વલવી ઇકબાલસિંગ રતનસિંગ (બ્રધર), ડૉ. યાજ્ઞિક ગામીત (ફિઝિયોથેરાપિસ્ટ) તથા ડૉ. જિગ્નેશ રમણભાઈ ચૌધરી નો તાપી જિલ્લા પોલીસ દ્વારા આ સેવા કાર્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

 

આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો પોલીસ કર્મચારીઓના આરોગ્ય અને મનોબળને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.

○○●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *