સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બરડીપાડામાં ‘મિશન મધમાખી પાલન’ તાલીમ યોજાઈ

0
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બરડીપાડામાં ‘મિશન મધમાખી પાલન’ તાલીમ યોજાઈ
Contact News Publisher

ડોલવણ તાલુકાના ૧૦૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ મધમાખી પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સરકારી સહાય અંગે મેળવ્યું માર્ગદર્શન

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫: તાપી જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, તાપી દ્વારા ડોલવણ તાલુકાના બરડીપાડા ગામે ખેડૂતો માટે ‘મિશન મધમાખી પાલન’ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડોલવણ તાલુકાના ૧૦૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી મધમાખી પાલન અંગે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

 

તાલીમ દરમિયાન ન.કૃ.યુ. પોલિટેકનિક, વ્યારા ખાતેના સહ સંશોધક વૈજ્ઞાનિકશ્રી દ્વારા મધમાખી પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તેની પ્રક્રિયા તથા ખેતી સાથેના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. HCL એપિયરીના પ્રવીણભાઈ અને મહેશભાઈ દ્વારા મધમાખી પાલનનું અર્થશાસ્ત્ર, મધમાંથી બનતી વિવિધ ઉપ-પેદાશો તથા મધમાખી પાલનની પ્રત્યક્ષ નિદર્શન દ્વારા ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.

 

પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મધમાખીના મહત્ત્વ અને તેના ફાળા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મદદનીશ બાગાયત નિયામકશ્રી એચ.આર. પુરોહિતે બાગાયતી પાકોનું મહત્ત્વ તથા તેના વિવિધ ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

 

આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી ડી.એમ. રાઠોડે ‘મિશન મધમાખી’ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સહાય અને યોજનાકીય લાભોની માહિતી આપી હતી. તેમણે જિલ્લાના ખેડૂતોને મધમાખી પાલનને આવકના વધારાના સ્ત્રોત તરીકે અપનાવી સરકારની સહાયનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ થકી ખેડૂતોને મધમાખી પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, આર્થિક શક્યતાઓ તેમજ પ્રાકૃતિક ખેતીમાં તેના મહત્ત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *