ભારતીય અંગદાન દિવસ નિમિત્તે સુરત રેલવે સ્ટેશન ઉપર અંગદાન વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ભારતીય અંગદાન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય અંગદાન જાગરૂકતા અભિયાન ના સંયોજક દિલીપ દેશમુખ દાદાના માર્ગદર્શન અને પ્રેરણાથી અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દીપક જાયસવાલ અને મકરંદ જોશી દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે સૌ રેલવે અધિકારીઓ ની મુલાકાત લઈ અંગદાનનો મહત્વ,તેની પ્રક્રિયા અને વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચાડવા અંગે અર્થપૂર્ણ ચર્ચા કરી જાગૃકતા ફેલાવવાના હેતુ થી ‘અંગદાન મહાદાન’ અંકિત છત્રી ભેટ સ્વરૂપે આપી હતી સાથે દિવસ રાત યાત્રીઓના સહયોગી (કૂલી ભાઇઓ) અને એમના અધ્યક્ષ જય સિંહની ઉપસ્થિતિમાં સૌને સ્ટેશન પરિસરમાં અંગદાનનું વિશેષ મહત્વ, અંગોની જરૂરિયાત વિશે સમઝાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ ભાઇઓ એ અંગદાન મહાદાનના સૂત્રોચ્ચારની સાથે અંગદાન નો સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેન મારફતે હૃદય અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્ય અંગદાનના મહત્વને વધુ ઉજાગર કરે છે અને અનેક જીવનોને નવી આશા આપે છે. સુરત રેલવેના સૌ અધિકારીઓએ આ ઘટનાને ઐતિહાસિક ગણી ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે સુરત રેલવે સ્ટેશનના એઆરઓ શ્રવણ મેઘવાલ, સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ કુમાર શર્મા, રેલવે સુરક્ષા બળના ઇન્ચાર્જ દિનેશ યાદવ, CMI શ્રી ગણેશ યાદવ, સુરત રેલવે આરોગ્ય અધિકારી કૌશિકજી ઉપસ્થિત રહ્યા હતા.
ચાલો,આપણે સૌ મળીને અંગદાન અંગે જાગૃતિ ફેલાવીએ અને વધુમાં વધુ લોકોને અંગદાનનું સંકલ્પ લેવા પ્રેરિત કરીએ. અંગદાન એજ મહાદાન.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
