ત્રણ મહિનાથી ગુમ થયેલા ઝારખંડના વૃદ્ધાનું તાપી જિલ્લા ખાતે પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

0
*ત્રણ મહિના થી ગુમ થયેલા ઝારખંડ ના વૃદ્ધા નું તાપી જિલ્લા ખાતે પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર.....
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. તા. 13.9.2026 ના રોજ કાકરાપાર પોલીસ સ્ટેશન દ્વારા બિનવારસી હાલતમાં મળી આવેલા 65 વર્ષ ના વૃદ્ધાને સુરક્ષા અને સલામતી માટે સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય માટે લાવવામા આવેલ હતા. વૃદ્ધા મસ્કલૈયા ગામના હોવાનું જણાવતા ઇન્ટરનેટ ના માધ્યમથી સાહેબગંજ જિલ્લાના નજીકના પોલીસ સ્ટેશન તલાઝારીનો કાકરાપાર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી. કે. પટેલ દ્વારા સંપર્ક કરવામાં આવેલ છે. એવું જાણવા મળતા તરત જ સખી વન સ્ટોપ સેન્ટર તાપી ના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઈ ગામીત અને દહેજ પ્રતિ બંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશ ભાઈ વસાવાને જાણ કરવામા આવી હતી. ત્યાર બાદ અધિકારીશ્રી ના સુચન અને સતત માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા મહિલાના પરિવાર નો સંપર્ક કરવામા આવેલ. પરિવાર દ્વારા જણાવેલ કે તેઓ મસ્કલૈયા ગામ ના સાહેબગંજ જિલ્લાના ઝારખંડ રાજ્યના છે. તેમના પરિવાર માં ભાઈના દીકરા સાથે રહે છે અને મંદિર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને છેલ્લા 3 માસથી તેમની શોધ ખોળ કરી રહ્યા હતા એવું જણાવેલ.

જ્યારે કાકરાપાર પોલીસ સ્ટેશનથી અજાણ્યા મળી આવેલા વૃદ્ધા ને સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે સુરક્ષિત આશ્રય માટે 13.9.26 ના રોજ લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબીબી સારવાર કરાવવામાં આવી અને સખી વન સ્ટોપ સેન્ટર તાપીની ટીમ દ્વારા પ્રેમ, લાગણી અને હૂંફ આપી વૃદ્ધાની પરિવારના સભ્યની જેમ સાર સંભાળ રાખવામાં આવી હતી અને તા.18.9.2026 ના રોજ વૃદ્ધા ને તેમના ભત્રીજા સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે લેવા માટે આવેલ અને વૃદ્ધા ના જરૂરી ડોક્યુમેન્ટની ખરાઈ કરી સહી સલામત કાકરાપાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન. વી. ચૌધરીની રૂબરૂ માં 6 દિવસના આશ્રય બાદ વૃદ્ધાનો કબજો તેમના પરિવારને સોંપી સુખદ મિલન કરવામાં આવ્યું. અને વૃદ્ધાના પરિવાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારનો અને તાપી પોલીસનો અને સખી વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *