પીકઅપમાં મકાઇની થેલીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી

0
પીકઅપમાં મકાઇની થેલીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. આજરોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. તે દરમ્યાન અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકઅપ નં. MP-11-ZL-6338 માં મકાઈની થેલીની આડમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે પોલીસે માંડળ ટોલનાકા પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી બોલેરો પીકઅપ નં. MP-11-ZL-6338 આવતા આગળના વાહનોને ઉભા રાખી વાહનને પોલીસે રોકવા ઇશારો કરતા વાહનના ડ્રાઇવરે બોલેરો પીકઅપ સાઇટમાં ઉભી રાખાવી ચેક કરતા મકાઇની ખરાબ થેલીઓ ભરેલ હતી તેની નીચે તપાસ કરતા પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ ભરેલ આરોપી- (૧) અજય માયારામ પરમાર ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવર રહે.લિખોદા ગામ, તા.બડનગર જી.ઉજ્જૈન (મધ્યપ્રદેશ) એ પોતાના કબજાની બોલેરો પીકઅપ જેનો રજીસ્ટ્રેશન નંબર. MP-11-ZL-6338 જેની આશરે કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મા મકાઇની થેલીઓની આડમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ કિંગ ફિશર સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ટીન નંગ-૧૧૫૨ જેની કુલ કિં. રૂ.૧,૪૪,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા તથા પાયલોટીંગ કરનાર મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા ફોર વ્હીલ જેનો રજી નં.GJ-19-BE-7054 જેની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- માં પાયલોટીંગ કરનાર આરોપી- (૨) વિવેકકુમાર હસમુખભાઇ ચૌધરી (૩) જીતેન્દ્ર સિપાહીલાલ યાદવ (૪) અંગત જગદિશ યાદવ તેમજ મોબાઇલ નંગ-૪ આશરે કિં.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૨,૬૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) અજય માયારામ પરમાર ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવર રહે.લિખોદા ગામ, તા.બડનગર જી.ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

(૨) વિવેકકુમાર હસમુખભાઇ ચૌધરી રહે.ઘર નં.૮૩, સેજલ હોસ્પીટલની પાછળ, બાલાજીનગર સોસાયટી, કડોદરા તા.પલાસણા જી.સુરત

(૩) જીતેન્દ્ર સિપાહીલાલ યાદવ ઉ.વ.૩૪ હાલ.રહે.સોનીપાર્ક, તાતીથૈયા તા.પલસાણા જી. સુરત મુળરહે. મહમ્મદપુર પોખરા પોસ્ટ.પારસા તા. દરીયાપુર જી. છાપરા (બિહાર)

(૪) અંગત જગદિશ યાદવ ઉ.વ.૩૪ હાલ રહે.CU2, રેલ્વે ફાટકની બાજુમાં શિવાલીક રેસીડેન્સી તાતીથૈયા તા.પલસાણા જી. સુરત મુળ રહે. પસાટાગામ પોસ્ટે. લિંગુતરગઢ તા.દાનાપુર જી. ચંદોલી (ઉત્તરપ્રદેશ)

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇગ્લીશદારૂ કિંગ ફિશર સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ટીન નંગ-૧૧૫૨ કુલ કિં.રૂ. ૧,૪૪,૦૦૦/-, (૨) બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-, (૩) અર્ટીગા ફોર વ્હીલ ગાડી કિ.રૂ. ૬,૦૦,૦૦૦/-, (૪) મોબાઇલ નંગ-૪ આશરે કિં.રૂ! ૨૦,૦૦૦/-કુલ્લે કિ.રૂ.૧૨,૬૪,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપીના અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ તથા અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *