લિંગડનાં શિક્ષક રાજેશ સોલંકીને રાષ્ટ્રીય કક્ષાનો હિંદી ગૌરવ સન્માન એવોર્ડ એનાયત

0
લિંગડનાં શિક્ષક રાજેશ સોલંકીને રાષ્ટ્રીય કક્ષાનો હિંદી ગૌરવ સન્માન એવોર્ડ એનાયત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૦. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં લિંગડ ગામનાં શિક્ષક રાજેશ નાગજીભાઈ સોલંકીને શિક્ષણ ક્ષેત્રે તેમનાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાનાં પ્રતિષ્ઠિત હિંદી ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ધી વેલનેસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત હિંદી દિવસ સન્માન સમારોહમાં આ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.

સંસ્થાનાં જણાવ્યા અનુસાર શિક્ષક તરીકે રાજેશ સોલંકીએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, નવાચારપૂર્ણ શિક્ષણ, વિદ્યાર્થી વિકાસ અને મૂલ્યપરક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમનું સમર્પણ, નેતૃત્વ, અનુશાસન અને સમાજ નિર્માણની ભાવના ભાવિ પેઢીઓ માટે પ્રેરણાદાયક છે. આ સન્માન બદલ સંસ્થાનાં ફાઉન્ડર માનસી બાજપાઈ અને સીઈઓ અને ડાયરેક્ટર સોમ્યા બાજપાઈનાં હસ્તાક્ષરવાળું પ્રશસ્તિપત્ર તેમને આપવામાં આવેલ છે. આ સિદ્ધિ બદલ પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષકગણ તથા ગામજનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

●○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *