શ્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને માંડવી રીવરફ્રન્ટ ખાતે વિશ્વ સફાઈ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૦. સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા માંડવી ખાતે વિશ્વ સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી કુંવરજી હલપતિ સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત તાપી નદીના રિવરફ્રન્ટની સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નાગરિકો, કાર્યકર્તાઓ તથા વિવિધ આગેવાનો અને સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સફાઈ અભિયાન બાદ તાપી નદીમાં આશરે ૫૦૦૦ માછલી બિયારણ છોડવામાં આવ્યું. સ્વચ્છ તાપી સાથે જળજીવનનું સંરક્ષણ અને માછીમાર સમુદાયના જીવન-આધારને મજબૂત બનાવવાનો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ “સ્વચ્છ નદી – સ્વસ્થ પર્યાવરણ – સમૃદ્ધ માછીમાર સમુદાય”નો પ્રેરણાદાયક સંદેશ લઈને પોતાના સ્થળે પરત ફર્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
