મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

આહવા સ્થિત ગીરી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬. નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા નેતૃત્વ દિવસનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવો, આત્મવિશ્વાસ વધારવો, પોતાના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનાવવું તેમજ શિક્ષણ, સુરક્ષા અને સ્વાવલંબન દ્વારા સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે.

 

આ હેતુને અનુરૂપ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ડાંગ ટીમ તથા 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ડાંગ ટીમના સંયુક્ત ઉપક્રમે આહવા સ્થિત ગીરી કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થિનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

 

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને મળતી તાત્કાલિક સહાય, ઘરેલુ હિંસા, મહિલા સુરક્ષા, સાયબર સુરક્ષા, કાનૂની માર્ગદર્શન અને 181 સેવાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા બાળકોના અધિકારો, બાળ સુરક્ષા, બાળલગ્ન પ્રતિબંધ, બાળમજૂરી, બાળ શોષણથી રક્ષણ તેમજ સંકટગ્રસ્ત બાળકો માટે ઉપલબ્ધ 24×7 ટોલ-ફ્રી સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

આ ઉપરાંત વિદ્યાર્થિનીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવી અને જરૂરિયાતના સમયે નિર્ભયપણે 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનની સેવાઓનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી.

 

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મહિલા તથા બાળ સુરક્ષા અંગે જાગૃત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *