ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી.આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તપાસ તજવીજ ચાલુ હતી. અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના તમામ પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હતા દરમ્યાન આજરોજ સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ અને હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે કાકરાપાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ એચ.પી. પેટ્રોલ પંપની પાછળના ભાગે આવેલ ભંગારના ગોડાઉન ઉપરથી કાકરાપાર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- સાબીર હાજી સાંડુ શેખ ઉ.વ.૪૬ ધંધો.ભંગારનો રહે.ધુલીયા હાજરા મસ્જીદની પાસે તા.જી.ધુલીયા મહારાષ્ટ્ર ને તા.૧૫/૦૪/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા એ.એસ.આઈ. બીપીનભાઈ રમેશભાઇ તથા હે.કો. લેબજી પરબતજી તથા હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ તથા પો.કો. રોનક સ્ટીવંસનએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

This piece is very strong and helpful. The website has so
much to offer.