છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદિશભાઇ જોરારામભાઈ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઈ જયેશભાઇ લીલકીયાભાઈ તથા અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી કાકરાપાર પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- દિપક ઉર્ફે ભુરીયો ભાઇદાસ મરાઠે ઉ.વ.૩૨ રહે.નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર મુળ રહે. સોનગઢ શીવાજીનગર તા.સોનગઢ જી.તાપી ને તા.૧૫/૦૪/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદિશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના, એ.એસ.આઇ આનંદજીભાઇ ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
