બારડોલી ૧૮૧ અભયમ ટીમ દ્વારા નિઃસહાય વૃધ્ધ મહિલાને નવજીવન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુસેવા આશ્રમ કામરેજ ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હશે તેઓ ઓલપાડ તાલુકાના વડોલી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર છેલ્લા ૧૫ દિવસથી એકલા બેસી રહે છે. ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી. તેથી મહિલાના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખૂશ્બુબેન, હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે અજાણી વૃધ્ધ મહિલાની મદદ માટે પહોચ્યા. ત્યારબાદ ૧૮૧ ટીમે વૃધ્ધ મહિલાની સાથે શાંત ચીત સ્વભાવે પૂછપરછ કરેલ વૃધ્ધ મહીલા એ જણાવેલ કે મારા પિતાનું અવસાન થઈ ગયેલ છે. મારી માતા અને ભાઈ-ભાભી છે. મારા ભાભી એ મને ઘરમાંથી કાઢી મૂકી છે. ત્યારબાદ વૃધ્ધ મહિલાનું સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજુ કાંઈ જ યાદ ના હતુ. ઘટનાસ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ વુધ્ધ મહિલાને કોઈ ઓળખતા ન હતા. વૃધ્ધ મહિલાએ તેમનુ નામ જણાવેલ પરંતુ બીજુ કોઈ માહિતી જણાવેલ નહીં તેમજ વૃધ્ધ મહિલાને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હતા. વૃધ્ધ મહિલાના પરિવારજનોની કોઈ પણ માહીતી ન મળેલ તેથી વૃધ્ધ મહિલાને હાલ આશ્રય અને સારવારની મદદની જરૂર હોવાથી નવજીવન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત,પ્રભુસેવા આશ્રમ કામરેજ, સુરત ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. આ ફોટા સાથે બહેનની માહિતી માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ અથવા નવજીવન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પ્રભુસેવા આશ્રમ કામરેજનો સંપર્ક કરવો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
