તાપી જિલ્લાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

0
તાપી જિલ્લાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
Contact News Publisher

૨૩ જુલાઈએ વ્યારાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે સેમિનાર; GPSC, UPSC, બેન્કિંગ, પોલીસ, રેલવે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે નિષ્ણાતો આપશે માર્ગ

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૧. તાપી જિલ્લાના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી તાપી જિલ્લા પંચાયત તથા શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારાના સંયુક્ત ઉપક્રમે ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકે શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓડિટોરિયમ હોલ, વ્યારા ખાતે નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, અભ્યાસક્રમ, યોગ્ય આયોજન અને સફળતા માટેની અસરકારક વ્યૂહરચના અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

 

સેમિનારમાં GPSC, UPSC, બેન્કિંગ, પોલીસ, રેલવે, ફોરેસ્ટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી, અભ્યાસ પદ્ધતિ, પરીક્ષા પાસ કરવાની અસરકારક ટિપ્સ તેમજ કારકિર્દી ઘડતર અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ સરળ શૈલીમાં સમજાવવામાં આવશે.

 

સરકારી સેવામાં જોડાઈ ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન જોતા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનોને આ માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

ઓડિટોરિયમ હોલની મર્યાદિત બેઠક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રસ ધરાવતા ઉમેદવારોએ સમયસર પૂર્વ નોંધણી કરાવી સેમિનારનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાપી-વ્યારા દ્વારા અપીલ કરવામાં આવી છે. એમ તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત પનિયારી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *