ઓલપાડની કુંભારી પ્રાથમિક શાળામાં શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજન

0
ઓલપાડની કુંભારી પ્રાથમિક શાળામાં શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૨.  ઓલપાડ તાલુકાની કુંભારી પ્રાથમિક શાળામાં શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામનાં એક સજ્જન દાતા તરફથી પોતાનાં સ્વજનનાં મોક્ષાર્થે અને આત્માની શાંતિ અર્થે શાળાનાં ભૂલકાઓને પ્રેમભાવે તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. દાતાએ પોતાનું નામ ગોપનીય રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તિથિ ભોજનમાં બાળકોને દાળ, ભાત, શાક, પુરી અને લાડુનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે શાળાનાં આચાર્ય રતિલાલ પટેલ તથા ઉપશિક્ષક અજયભાઈ પટેલે શાળા પરિવાર વતી દાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *