ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સ-2026 માં અજય પટેલને ડબલ ગોલ્ડ

0
ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સ-2026 માં અજય પટેલને ડબલ ગોલ્ડ   ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સ-2026 માં અજય પટેલને ડબલ ગોલ્
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સ-2026 અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ તા. 22/11/2026 નાં રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય અજયકુમાર લક્ષ્મણભાઈ પટેલે શાનદાર પ્રદર્શન કરીને બે સુવર્ણ ચંદ્રકો મેળવ્યા હતા. ગોળાફેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને ચક્રફેક સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવીને તેઓએ સમગ્ર ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ઓલપાડ તાલુકા શિક્ષક સંઘ, સરસ ગ્રામજનો, રમતગમત પ્રેમીઓ, મિત્રમંડળ તથા શાળા પરિવારે અજય પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

••○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *