ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ૨૮ ગ્રામ પંચાયતોને ધાર્મિક, સામાજિક અને સ્થાનિક વિકાસ કાર્યો માટે પાણીના ટેન્કરો ફાળવાયા

0
ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ૨૮ ગ્રામ પંચાયતોને ધાર્મિક, સામાજિક અને સ્થાનિક વિકાસ કાર્યો માટે પાણીના ટેન્કરો ફાળવાયા
Contact News Publisher

સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતેથી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે લીલી ઝંડી આપી ટેન્કરોને પ્રસ્થાન કરાવ્યું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૧. સોનગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના શુભ આશય સાથે રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ એમ બે વર્ષની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સોનગઢ તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો માટે મંજૂર કરવામાં આવેલા પાણીના ટેન્કરોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં યોજાતા ધાર્મિક અને સામાજિક પ્રસંગો તેમજ સ્થાનિક ગામોના વિકાસ કાર્યો અને જરૂરિયાતના સમયે પાણીની સુવિધા સરળતાથી મળી રહે તે હેતુથી આ ટેન્કરો ફાળવવામાં આવ્યા છે.

 

આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other