અંકલેશ્વરની તેજસ્વી વિદ્યાર્થીની અદિતી ધર્મેશ પટેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે સન્માનિત 

0
અંકલેશ્વરની તેજસ્વી વિદ્યાર્થીની અદિતી ધર્મેશ પટેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે સન્માનિત 
Contact News Publisher

શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ, અંકલેશ્વર દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારંભ-૨૦૨૬ યોજાયો

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬.  શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ, અંકલેશ્વર દ્વારા માં શારદાભવન ટાઉન હોલ, ઈ.એન.જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડ, અંકલેશ્વર ખાતે દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારંભ-૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજનાં તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે અદિતી ધર્મેશકુમાર પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેણીએ માર્ચ ૨૦૨૬ ની S.S.C. પરીક્ષામાં ૯૯.૭૨ પર્સેન્ટાઈલ રેન્ક સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. મંડળનાં પ્રમુખ પરસોત્તમભાઈ પટેલ, ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી રમણલાલ પટેલ સહિતનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારનાં પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે અદિતીને મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ આદિતીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરી જીવન તથા સમાજને ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમારંભમાં વાલીઓ, શિક્ષકો, સમાજનાં આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *