પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષ પટેલે પોતાનાં જન્મદિવસ પ્રસંગે સમાજને નવી રાહ ચીંધી

અંગદાન સંદર્ભે આશિષ પટેલ પર રાજ્યભરમાંથી શુભેચ્છા વર્ષા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૫. એક સમય હતો કે જ્યારે અન્નદાનને સર્વશ્રેષ્ઠ દાન કહેવામાં આવતું હતું, પરંતુ પરિવર્તન એ સંસારનો નિયમ છે તે પ્રમાણે સાંપ્રત સમયમાં આપણા શરીરનાં અંગદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અત્રેનાં તાલુકાનાં યુવા, કર્મઠ અને સૌનાં લોકપ્રિય એવાં સંગઠન પ્રહરી આશિષ પટેલે તેમનાં જન્મદિવસ નિમિત્તે મરણોપરાંત અંગદાન કરવાની પ્રતિજ્ઞા લઈ સમાજમાં એક પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકોની એકતા અને સશક્તિકરણ માટે કાર્યરત, શિક્ષણ ગુણવત્તા વધારવા સતત પ્રયત્નશીલ, શિક્ષક હિત માટે અવાજ ઉઠાવનાર અને માર્ગદર્શન આપનાર સત્યનિષ્ઠ નેતા, નવી દિશા, નવી વિચારધારા સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ શિક્ષક સમાજને લઈ જનાર આશિષ પટેલનાં નેતૃત્વમાં પલસાણા તાલુકાએ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે જે નોંધનીય બાબત છે.
આશિષ પટેલનાં અંગદાન અંગેનાં હકારાત્મક અભિગમને સમગ્ર પલસાણા તાલુકા સહિત જિલ્લાભરનાં શિક્ષણ આલમે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિની શુભેચ્છાઓ સાથે ઓલપાડ ખાતે યોજાયેલ અધિવેશનમાં આશિષ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
