જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર તાપી દ્વારા નેશનલ સ્પેસ ડે ઉજવાયો

0
જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર તાપી દ્વારા નેશનલ સ્પેસ ડે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૩મા ચંદ્રયાન-૩ ના ઐતિહાસિક સફળ ચંદ્ર અવતરણની યાદમા દર વર્ષે ૨૩ ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજ્કોસ્ટ ગાંધીનગર) સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર તાપી દ્વારા  અવકાશ વિજ્ઞાન પર લેક્ચર તેમજ ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ. જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમા ડાયરેક્ટર કેતન શાહ દ્વારા વિધ્યાર્થીઓને અવકાશ સ્પેસ ટેક્નોલોજી તેમજ ભવિષ્યની અવકાશ સંભાવનાઓ અંગે માહિતીસભર વ્યાખ્યાન આપવામા આવ્યુ. બાળકોમા અવકાશ વિજ્ઞાનમા રસ રૂચિ વધે અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે હેતુથી સ્પેસ ક્વિઝ પણ યોજાઇ હતી. જેમા ૫૩ જુદી જુદી શાળાના વિધ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લઇ અવકાશ વિજ્ઞાન અંગેના પોતાના જ્ઞાનનુ પ્રદર્શન કર્યુ હતુ. સ્પર્ધામા ભાગ લેનાર તમામ વિધ્યાર્થીઓને પ્રમાણપત્રો અને આશ્વાસન ઇનામો આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

સ્પેસ ક્વિઝનુ આયોજન જિલ્લા પ્રચારક શીલાબેન ગામીત દ્વારા કરવામા આવ્યુ હતું. નિર્ણાયક તરીકે ડો.રેનુ મેડમે ઉપસ્થિત રહી વિશેષ અવકાશ વિજ્ઞાન પર માર્ગદર્શન આપ્યુ હતુ. અવકાશ દિવસની ઉજવણી સફળ બનાવવા જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના પ્રચારકો રણજીત ગામિત, પ્રકાશ ચૌધરી અને આઇ.પી. ઓફીસર નિપુણાબેન ચૌધરી દ્વારા વિશેષ પ્રેરકબળ પુરૂ પાડવામા આવ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *