ઓલપાડની કુવાદ પ્રાથમિક શાળામાં દેશભક્તિનાં રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

0
ઓલપાડની કુવાદ પ્રાથમિક શાળામાં દેશભક્તિનાં રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ  
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૨. “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજરોજ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં ગેટથી શરૂ થયેલી આ યાત્રામાં શાળાનાં આચાર્ય, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, ગામનાં વડીલો, વાલીઓ અને ધોરણ 1 થી 8 નાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનાં હાથમાં તિરંગો, મુખ પર ભારત માતા કી જય અને વંદે માતરમનાં નાદ સાથે આખું કુવાદ ગામ દેશભક્તિમય બની ગયું હતું.

યાત્રા દરમિયાન દેશપ્રેમનાં સૂત્રોચ્ચાર સાથે ગામનાં મુખ્ય માર્ગો પર ફરીને લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને નાના બાળકોમાં તિરંગા પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાનાં આચાર્ય પ્રતિબંધ પટેલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રા એ માત્ર એક રેલી નથી, પરંતુ આઝાદીની સૃષ્ટિને યાદ કરવાનો, દેશ માટેની દ્રષ્ટિને સ્પષ્ટ કરવાનો, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવાનો અને હર હંમેશ તિરંગાનાં વિજયની ઉજવણી કરવાનો અવસર છે. યાત્રાનાં અંતે શાળા પરત ફરીને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other