લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ પાકા કામના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, તાપી

0
ચેક બાઉન્સના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ પાકા કામના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, તાપી તા.૨૨/૦૮/૨૦૨૬ શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી જે.એન.દેસાઇ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાનાઓ તરફથી જિલ્લામાં પેરોલ-ફર્લો/વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને ગઇ તા.૨૧/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી.રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી.આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપી નાઓ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે પાકા કેદી નં-૯૯૨૭૮ મિતેશ રમેશભાઇ ગામીત રહે.કપડવણ ઝરણ ફળીયું તા.વ્યારા જી.તાપીનાઓને ફોજદારી કેસ નંબર (૧) ૩૦૫૧૨૦૨૩ (૨) ૧૯૮૩૨૦૨૨ નેગો એકટ ૧૩૮ ગુના નંબર (૧) ચીફ જ્યુડી.મેજી.શ્રી, ચીફ કોર્ટ, તાપી-વ્યારા તથા (૨) એ.સી.જે.એમ. બારડોલી ગુના નંબર (૧) સબબ ૧૧/૧૧/૨૦૨૫ ના રોજ ૦૨-૦૦-૦૦ વર્ષ કેદની સજા રૂ.૧,૦૦,૮૦૦/- દંડ બદલ ૦૦-૦૬-૦૦ માસની સજા કરવામાં આવેલ તથા ગુના નંબર (૨) સબબ ૦૩/૧૦/૨૦૨૫ ના રોજન ૦૦-૧૫-૦૦ માસની કેદની સજા રૂ.૪,૮૦,૦૦૦/- દંડ બદલ ૦૦-૦૩-૦૦ માસ કેદની સજા કરવામાં આવેલ હોય મજકુર પાકા કામના કેદીને મે.જીલ્લા મેજસ્ટ્રેટશ્રી, સુરતના હુકમ ક્રમાંકઃએમએજી/પેરોલ/રજી.નં/ ૨૨૦/૨૦૨૬ તારીખ ૨૪/૦૭/૨૦૨૬ હુકમ આધારે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ દિન-૧૫ માટે પેરોલ રજા ઉપર મુકત કરવામાં આવેલ અને રજાની મુદ્દત પુરી થતા તા.૧૪/૦૮/૨૦૨૬ ના રોજ બપોર ૧૨/૦૦ કલાકે સુરત મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર પાકા કેદી નં-૯૯૨૭૮ મિતેશ રમેશભાઇ ગામીત રહે.કપડવણ ઝરણ ફળીયું તા.વ્યારા જી.તાપી હાજર થયેલ ન હોય, જેની તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના હે.કો.હરપાલસિંહ અભેસિંહ બ.નં-૩૨૨ તથા હે.કો. યુવરાજસિંહ જશુભા બ.નં-૯૨૨ નાઓને મળેલ સયુકત બાતમી આધારે પાકા કેદી નં-૯૯૨૭૮ મિતેશ રમેશભાઇ ગામીત રહે.કપડવણ, ઝરણ ફળીયું તા.વ્યારા જી.તાપી નાને કપડવણ ગામ ખાતેથી તા.૨૧/૦૮/૨૦૨૯ ના રોજ પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે. પેરોલ રજા ઉપર ફરાર કેદીનું નામ મિતેશ રમેશભાઇ ગામીત રહે.કપડવણ, ઝરણ ફળીયું તા.વ્યારા જી.તાપી કામગીરી કરનાર ટીમ :- પો.ઇન્સ.શ્રી બી.જી.રાવલ, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી.આહિર, પેરોલ-ફર્લો સ્કોડ, તાપી તથા હે.કો.હરપાલસિંહ અભેસિંહ બ.નં-૩૨૨ તથા હે.કો. યુવરાજસિંહ જશુભા બ.નં-૯૨૨, અ.પો.કો.બ્રીજરાજસિંહ રસીકસિંહ બ.નં.૯૨૨, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ બ.નં.૯૧૫ નાઓએ કામગીરી કરેલ છે.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. ગઇ તા.૨૧/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે પેરોલ ઉપર રજા મેળવી જેલમા પરત ન ફરતા કેદીઓની તપાસમા હતા. જે અરસામા પાકા કેદી મિતેશ રમેશભાઇ ગામીત રહે. કપડવણ ઝરણ ફળીયું તા.વ્યારા જી.તાપીને ચેક બાઉન્સના બે અલગ અલગ કેશોમાં બે વર્ષ તેમજ 15 માસની સજા કરવામાં આવેલ હતી. સજા ભોગવતા આ પાકા કામના કેદીને મે.જીલ્લા મેજસ્ટ્રેટશ્રી, સુરતના હુકમ આધારે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ૧૫ દિવસ માટે પેરોલ રજા ઉપર મુકત કરવામાં આવેલ હતો. જે રજાની મુદ્દત પુરી થતા તા.૧૪/૦૮/૨૦૨૬ ના રોજ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ. પરંતુ આ પાકા કામના કેદી મિતેશ રમેશભાઇ ગામીત હાજર થયેલ ન હોય, જેની તપાસ ચાલુ હતી. દરમિયાન પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા હે.કો. યુવરાજસિંહ જશુભાને મળેલ સંયુકત બાતમી આધારે પાકા કામના કેદી  મિતેશ રમેશભાઇ ગામીત ને કપડવણ ગામ ખાતેથી તા.૨૧/૦૮/૨૦૨૯ ના રોજ પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.

પેરોલ રજા ઉપર ફરાર કેદીનું નામ

મિતેશ રમેશભાઇ ગામીત રહે.કપડવણ, ઝરણ ફળીયું તા.વ્યારા જી.તાપી

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ-ફર્લો સ્કોડ, તાપી તથા હે.કો.હરપાલસિંહ અભેસિંહ તથા હે.કો. યુવરાજસિંહ જશુભા, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other