ભટગામ પ્રાથમિક શાળામાં અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ 

0
ભટગામ પ્રાથમિક શાળામાં અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. અલુણા વ્રતનાં પાવન અવસરે ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીનીઓ માટે સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળામાં મહેંદી સ્પર્ધા, મિસ ગોરમા સ્પર્ધા, કેશગુંફન સ્પર્ધા અને થાળી શણગાર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કલા અને કૌશલ્યનું સરસ નિદર્શન કર્યું હતું. સ્પર્ધાનું મૂલ્યાંકન કરવા માટે નિર્ણાયક તરીકે નિમિષા પટેલ, જીનલ પટેલ અને ધવલ પટેલે ફરજ બજાવી હતી. તેમણે તમામ કૃતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને વિજેતાઓની પસંદગી કરી હતી. જેનાં પ્રથમ ક્માંકિતો આ મુજબ છે. મહેંદી સ્પર્ધા: વનિતા રાઠોડ (ધોરણ-૭), મિસ ગોરમા સ્પર્ધા: ડિમ્પલ ગુર્જર (ધોરણ-૭), કેશગુંફન સ્પર્ધા: હીર રાઠોડ અને અંકિતા રાઠોડ (ધોરણ-૮), થાળી શણગાર સ્પર્ધા: નવ્યા આલમ અલી (ધોરણ-૩).

અંતે વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને ઓલપાડ સ્થિત દુર્ગા કંગન એન્ડ નોવેલ્ટી સ્ટોરમાં પ્રોપાઇટર મહેશ પાટીલ તરફથી પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ તકે શાળાનાં શિક્ષકગણે વિદ્યાર્થીનીઓને અલુણા વ્રતનું મહત્વ અને આપણી સંસ્કૃતિ-પરંપરાઓ વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાનાં શિક્ષકગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિનાં સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *