જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નન્હી કિલકારી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ સંવાદ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ રાકેશ ગુપ્તા ના માર્ગદર્શન અને ૧૭માં એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ. કે. ભટ્ટ ની વિશેષ ઉપસ્થિતિ માં ડિસ્ટ્રિક્ટ જ્યુડિસિયરિ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સુરત દ્વારા નન્હી કિલકારી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અવેરનેસ સંવાદ તથા નશા મુક્ત ભારત સંવાદ સુમન હાઈસ્કૂલ ન.6 ઉધના ખાતે યોજાયો હતો.જેમાં ૧૭ માં એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એ. કે. ભટ્ટ અને પૂર્ણકાલીન સચિવ રાકેશ ગુપ્તા દ્વારા વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ ની ગંભીરતા, સાવચેતી સાથે જ સંવાદ થકી વિદ્યાર્થીઓને મૂંઝવતા તમામ પ્રશ્નો નો જવાબ આપી એમને જીવન માં આગળ વધવાની પ્રેરણા આપી હતી.પીએલવી અને સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દ્વારા ગમે તે સમયે આવી કોઈ પરિસ્થિતિનો નિર્માણ થાય તો ચિંતા કર્યા વગર ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન નું તાત્કાલિક સંપર્ક અને વિદ્યાર્થી જીવન માં આવતા માનસિક કે શારીરિક ફેરફારો ને સકારાત્મકતા થી લઈ આગળ વધવા,લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ ના એડવોકેટ તપન મોદી દ્વારા એક્ટ માં રહેલ કાયદાકીય જોગવાઇઓની સમજ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અજય જગતાપ અને વહીવટી અધિકારી અવિનાશ પાટિલ દ્વારા એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદ પછી થતી ગંભીર સજાઓ, પીએલવી પ્રદીપ શિરસાઠ દ્વારા સત્તા મંડળના કાર્યો વિશે, શાળાના પ્રિન્સીપાલ મહેન્દ્ર ભાવિસ્કર અને આચાર્ય કવિતાબેન દ્વારા નશામુક્તિ વિશે સંવાદ કરી સૌને જાગરુક કર્યા હતા. સંવાદ માં શિક્ષકોએ પણ પોતાના પ્રશ્નો ન્યાયાધીશશ્રીઓ સમક્ષ રજૂ કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય સંવાદ થકી તરુણાવસ્થામાં બાળકોને થતા મુંઝવણને સકારાત્મક રીતે એક દિશા મળે અને વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્ર માં આગળ વધે એ હતું. બાળકો એ પણ ઉત્સાહપૂર્વક સંવાદ માં ભાગ લીધો હતો.
નોંધનીય છે કે ૨ ઓક્ટોબર ગાંધી જયંતી ન રોજ ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ ગીતા ગોપીના હસ્તે સુરત ખાતે થી નન્હી કિલકારીનો શુભારંભ કરાવવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
