સોનગઢમાં રમત મંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ

0
સોનગઢમાં રમત મંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ
Contact News Publisher

કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીની સુખાકારી અને કલ્યાણ માટે સતત કટિબદ્ધ – રાજ્યકક્ષાના રમત મંત્રી ડો. જયરામભાઈ ગામીત 

—

મંત્રી ડો. જયરામભાઈ ગામીતે સ્વહસ્તે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસીને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬ – ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ સમગ્ર રાજ્યમાં ૧૦૧ નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ પહેલના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત ઓટા ચોકડી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યકક્ષાના રમત મંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વહસ્તે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસીને નિયમિત યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ તકે મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીની સુખાકારી અને કલ્યાણ માટે સતત કટિબદ્ધ છે. શ્રમિકોના ભોજન, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત માત્ર પાંચ રૂપિયાના ટોકન દરે શ્રમિકોને ગુણવત્તાસભર અને પૌષ્ટિક ભોજન મળશે, જે તેમના પરિવાર માટે મોટી આર્થિક રાહત સાબિત થશે.

 

કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ તમામ બાંધકામ શ્રમિકોને આ કલ્યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો, તેમજ અન્ય શ્રમિક ભાઈ-બહેનો સુધી પણ આ માહિતી પહોંચાડવા નોંધણી કરતા પ્રતિનિધિઓને જરૂરી સૂચના આપી હતી.

○●○

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *