પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ. યુ., તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ., વ્યારા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ. યુ., વ્યારા, તાપીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ડૉ. આર. એમ. નાયકની પ્રેરણા અને ડૉ. એચ. આર. શર્મા, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ., વ્યારા ખાતે ખેડૂત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના અંદાજિત ૪૦૦ ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ડૉ. આર. એમ. નાયક, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા વિવિધ ખેડૂતલક્ષી સંશોધન કાર્યોને બિરદાવ્યા હતા. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે કેવિકે-તાપીના કાર્યોને બિરદાવી માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીના અભિયાનને પુરુ કરવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ.
ડૉ. એચ. આર. શર્મા, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ. નવસારી દ્વારા કરવામાં આવતી કૃષિ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરી ડાંગરના પાકના અવકાશ અને વાતાવરણ આધારિત જાતો અપનાવવા હાંકલ કરી હતી. વધુમાં તેમણે બદલાતા વાતાવરણ સાથે અલ-નીનો (El-Nino) ની અસર અંગે ખેડૂતોને જાગૃત કરી કૃષિક્ષેત્રે નવી કૃષિ પઘ્ધતી અપનાવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ડો. વી. આર. નાયક, સહ સંશોધન નિયામકશ્રી, ન. કૃ. યુ. નવસારીએ ખેડૂતોને જુદા જુદા પાકો ઉપર થતાં સંશોધન વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્રના વિવિધ સંશોધન લક્ષી કાર્યોને બિરદાવ્યા હતાં. ડૉ. આર. કે. પટેલ, પ્રાધ્યાપક અને વડા, પ્લાન્ટ બ્રીડિંગ વિભાગ, ન. મ. કૃષિ મહાવિધ્યાલય, ન. કૃ. યુ. નવસારીએ ખેડૂતોને મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતગાર કરી મસાલા પાકોના ઉત્પાદનો માટે બજાર વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શિત કર્યા હતા.
ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે તાપી એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરી ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નો મહત્તમ લાભ લે એ માટે પહેલ કરી હતી. વધુમાં ડૉ. પંડ્યાએ ખેડૂતોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે કરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શીત કર્યા હતા.
ડૉ. વી. પી. પટેલ, સહસંશોધન વૈજ્ઞાનિક અને વડા, પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ. વ્યારા, તાપીએ ડાંગરની નવી વિકસાવેલી જાતો વિશે ખેડૂતોને માહિતગાર કરી વિસ્તાર આધારિત ડાંગરની જાત પસંદગી વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે ડાંગરના બીજ ઉત્પાદન વિશે અને ડાંગરની વિવિધ જાતોની ઉપયોગીતા વિશે સમજણ આપી હતી.
શ્રી સી. સી. ગરાસિયા, જિલ્લા ખેતી અધિકારી દ્વારા ભારત સરકારની વિવિધ મહાત્વકાંક્ષી યોજનાઓ જેવી કે એગ્રીસ્ટેક, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના તથા ખાતર વ્યવસ્થાપન યોજના અંગે ખેડૂતોને જાણકારી આપી હતી.
ડૉ. પી. એન. પરમાર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, પ્રા. ચો. સં. કેન્દ્ર દ્વારા ડાંગરની વૈજ્ઞાનિક ખેતી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ડૉ. કેદારનાથ, સહ સંશોધન વૈજ્ઞાનિક, પ્રા. ચો. સં. કેન્દ્ર દ્વારા ડાંગર પાકમા આવતા રોગ જીવાત નિયંત્રણ માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. મૌલિક પ્રજાપતિ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, પ્રા. ચો. સં. કેન્દ્ર દ્વારા ડાંગરના પાકની નવીનતમ જાતો વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
સદર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન), કેવિકે, ન. કૃ. યુ. વ્યારા (તાપી) દ્વારા તથા આભારવિધિ શ્રી મહેન્દ્ર ચૌધરી, ખેતી અધિકારી, પ્રા. ચો. સં. કેન્દ્ર, ન. કૃ. યુ. વ્યારા દ્વારા કરવામાં આવી હતી.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
