સોનગઢનાં એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ટૂંક સમયમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
સોનગઢનાં એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ટૂંક સમયમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૧. આજરોજ શ્રી બી.જી. રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી.તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય તે દરમ્યાન આજરોજ સાથેના અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ અને અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇને મળેલ બાતમી આધારે એકલેરા, સુરત શહેર ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ એન.ડી.પી.એસ. એકટ મુજબના ગુનામા સંડોવાયેલ નાસતા ફરતા વોન્ટેડ આરોપી- અકિલ નાસીરખાન પઠાણ ઉ.વ.૨૬ હાલ રહેવાસી- ૧૨ ફલક નુમા, હોમ્સ 2 એકલેરા, સુરત મુળ રહેવાસી- અલીફનગર ટેકરા પર, સોનગઢ તા.સોનગઢ જી.તાપી ને પકડી પાડી પુછપરછ કરતા પોતે ટ્રાન્સ્પોર્ટની ટ્રકો ઉપર ડ્રાયવર તરીકે કામ કરતો હોય અને ઓડીશા તરફ માલ સામાન ખાલી કરવા જતો ત્યારે સહ આરોપીઓ મારફતે ટ્રકની કેબિનમાં ગાંજાનો જથ્થો સંતાડી લાવી સુરત ખાતે આપી દેતો હતો. પકડાયેલ ઇસમની ઝડતી તપાસમા વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂપિયા ૫,૦૦૦/- નો કબજે કરી તા. ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૪૦૯૬૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ- ૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ

ગુનાનો એમ.ઓ.

આરોપી પોતે ટ્રાન્સ્પોર્ટની ટ્રકો ઉપર ડ્રાયવર તરીકે કામ કરતો હોય અને ઓડીશા તરફ માલ સામાન ખાલી કરવા જતો ત્યારે સહ આરોપીઓ મારફતે ટ્રકની કેબિનમાં ગાંજાનો જથ્થો સંતાડી લાવી સુરત ખાતે આપી દેવાનો

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આકેશપટેલ એલ.સી.બી. તાપી તથા અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ અને અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇ તથા અ.પો.કો. રાજુભાઇ ઝીણાભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *