ડોલવણના પંચોલ-પલાસીયા માર્ગ પર ચાલી રહેલી મરામત કામગીરીનું દક્ષિણ ગુજરાત માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરશ્રી દ્વારા નિરીક્ષણ 

0
ડોલવણના પંચોલ-પલાસીયા માર્ગ પર ચાલી રહેલી મરામત કામગીરીનું દક્ષિણ ગુજરાત માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરશ્રી દ્વારા નિરીક્ષણ 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૭ – તાપી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે માર્ગોને થયેલા નુકસાન સંદર્ભે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત (માર્ગ અને મકાન વિભાગ)ના મુખ્ય ઇજનેરશ્રી દ્વારા ડોલવણ તાલુકાના પંચોલ-પલાસીયા રોડ પર ચાલી રહેલી માર્ગ મરામતની કામગીરીનું સ્થળ પર પહોંચીને પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

મુખ્ય ઇજનેરશ્રીએ ઘટનાસ્થળે હાજર અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી અને માર્ગ પરથી વાહનવ્યવહાર ઝડપથી અને સુરક્ષિત રીતે પુનઃ શરૂ થાય તે માટે ગુણવત્તાયુક્ત તથા ઝડપી સમારકામ કરવા અંગે જરૂરી તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત વેળાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *